રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅહીં ઊંચી નજર જોઈ તહીં નીચી નજર જોઈ,
અમે તો બેય આલમને હંમેશાં બેખબર જોઈ.
ખુદાની મહેરબાની તો અમે જોયા વગર જોઈ,
અમારા આગમન પૂર્વે અમારી અહીં અસર જોઈ.
જીવનમાં એમ મૃત્યુની અમે ઊંડી અસર જોઈ,
ખીલેલી પાનમાં રેખા, ખીલેલી પાનખર જોઈ.
ભલે ને ભાગ્યવશ ઉન્નત બની હરખાય છે કોઈ,
હતી જે ધૂળ શિખરે એ રખડતી દરબદર જોઈ.
કટોરો ચંદ્રનો તારક મઢેલો આપ શું લાવ્યા!
હવે પીશું તો બસ પીશું ઝહર સાચું ઝહર જોઈ.
સુમનની જેમ મહેકીને ગયા છો શું પવન-પાંખે!
અમે આ ખ્વાબની દુનિયા નયન બીડ્યા વગર જોઈ.
જીવનનો બોજ પણ ત્યાગી ફકત હું રૂપ જોતો'તો,
અજબ આ ખ્વાબની દુનિયા નયન બીડ્યા વગર જોઈ.
સદા અવતાર લે છે જ્યાં સિતારા 'ચંદ્ર' ને સૂરજ,
પ્રવાસી કેમ ના આવે, નયન જેવું નગર જોઈ!
ahin unchi najar joi tahin nichi najar joi,
ame to bey alamne hanmeshan bekhabar joi
khudani maherbani to ame joya wagar joi,
amara agaman purwe amari ahin asar joi
jiwanman em mrityuni ame unDi asar joi,
khileli panman rekha, khileli pankhar joi
bhale ne bhagywash unnat bani harkhay chhe koi,
hati je dhool shikhre e rakhaDti darabdar joi
katoro chandrno tarak maDhelo aap shun lawya!
hwe pishun to bas pishun jhahar sachun jhahar joi
sumanni jem mahekine gaya chho shun pawan pankhe!
ame aa khwabni duniya nayan biDya wagar joi
jiwanno boj pan tyagi phakat hun roop jototo,
ajab aa khwabni duniya nayan biDya wagar joi
sada awtar le chhe jyan sitara chandr ne suraj,
prawasi kem na aawe, nayan jewun nagar joi!

સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 98)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
- વર્ષ : 2002
- આવૃત્તિ : 4