વારતા આખ્ખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું'તું
warta akhkhi phari manDi shakati hot to shun joituntun
વારતા આખ્ખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું'તું;
ને ક્ષણોની પોટલી બાંધી શકાતી હોત તો શું જોઈતું'તું.
આપ બોલ્યાં તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે, પણ;
પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું'તું.
જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફક્ત સુખની લ્હેરખીઓ,
એક બારી એટલી વાંખી શકાતી હોત તો શું જોઈતું'તું.
ડાળથી છૂટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીંછું,
ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઈતું'તું.
આ ઉદાસી કોઈ છેપટ જેમ ખંખેરી શકાતી હોત અથવા,
વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઈતું'તું.
warta akhkhi phari manDi shakati hot to shun joituntun;
ne kshnoni potli bandhi shakati hot to shun joituntun
ap bolyan te badha shabdo pawan wate ahin aawya hashe, pan;
patrni maphak hawa wanchi shakati hot to shun joituntun
jo prweshe koi gharman to prweshe phakt sukhni lherkhio,
ek bari etli wankhi shakati hot to shun joituntun
Dalthi chhutun paDelun pandaDun, tuti gayela shwas, pinchhun,
ne samayni aa taraD sandhi shakati hot to shun joituntun
a udasi koi chhepat jem khankheri shakati hot athwa,
wastrni nichey jo Dhanki shakati hot to shun joituntun

સ્રોત
- પુસ્તક : સવાર લઈને (પૃષ્ઠ ક્રમાંક 56)
- સર્જક : અનિલ ચાવડા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2012