
પહેરણની જેમ રોજ આ સંબંધ પહેરવા,
ને એમ ખીંટી પર ફરી પાછા સમેટવા.
બે-ચાર પીંછાં જેટલો આધાર લઈ અને,
ગેબી ગગનનાં રોજ રહસ્યોને ભેદવા!
બરછટ સમયની ધારથી ચીરા પડ્યા છતાં,
ખુલ્લી હથેળીના હજુ અક્ષર ઉકેલવા.
શતરંજ પર બાકી રહી એકાદ ચાલ ત્યાં-
નાજુક બનેલા દાવ હવે કેમ ખેલવા?
દીવાલ પરથી બસ મને ઉતારી દો હવે,
દર્પણ બનીને કેટલા ચહેરા ઉછેરવા?
paheranni jem roj aa sambandh paherwa,
ne em khinti par phari pachha sametwa
be chaar pinchhan jetlo adhar lai ane,
gebi gagannan roj rahasyone bhedwa!
barchhat samayni dharthi chira paDya chhatan,
khulli hathelina haju akshar ukelwa
shatranj par baki rahi ekad chaal tyan
najuk banela daw hwe kem khelwa?
diwal parthi bas mane utari do hwe,
darpan banine ketla chahera uchherwa?
paheranni jem roj aa sambandh paherwa,
ne em khinti par phari pachha sametwa
be chaar pinchhan jetlo adhar lai ane,
gebi gagannan roj rahasyone bhedwa!
barchhat samayni dharthi chira paDya chhatan,
khulli hathelina haju akshar ukelwa
shatranj par baki rahi ekad chaal tyan
najuk banela daw hwe kem khelwa?
diwal parthi bas mane utari do hwe,
darpan banine ketla chahera uchherwa?



સ્રોત
- પુસ્તક : શ્વાસનું પંખી (પૃષ્ઠ ક્રમાંક 27)
- સર્જક : પ્રફુલ્લા વોરા
- પ્રકાશક : પ્રતિભા ઑફસેટ પ્રિન્ટર્સ, ભાવનગર
- વર્ષ : 2016