phaphDat andar - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ફફડાટ અંદર

phaphDat andar

નયન હ. દેસાઈ નયન હ. દેસાઈ
ફફડાટ અંદર
નયન હ. દેસાઈ

સતત કૈંક પીડે છે તલસાટ અંદર

નદી છું, રડું છું હું મોંફાટ અંદર

વણાઈ ગયું વસ્ત્ર પડછાયા માટે,

રહ્યો માત્ર મૂકવો રઝળપાટ અંદર

બધી બારીઓ નેજવું થૈ ગઈ છે,

ઊભું ઓટલે ઘર ને કણસાટ અંદર

હવે મન તો દુષ્કાળ વેળાનું ગોચર -

નહીં થાય ખરીઓનો પછડાટ અંદર

ઊડી ગઈ સ્વયમ્ ડાળ હિલ્લોળા લઈને

અને વૃક્ષ શોધે છે ફફડાટ અંદર

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 1991 (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1992