રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમને સૂર્ય ખૂબ જ કરગર્યો; બસ તે પછી હું ઘરે ગયો
પડછાયો મુજમાંથી ખર્યો; બસ તે પછી હું ઘરે ગયો...
નહીં રાહ જેવું કશું મળ્યું; હર ડગલું મારું મને નડ્યું
હર ગલીએ હરપળ છેતર્યો; બસ તે પછી હું ઘરે ગયો...
કોઈ રાહ જોઈ ઊઠી ગયું; કોઈ નામ મારું ભૂંસી ગયું
મને કોઈએ નહીં સંઘર્યો; બસ તે પછી હું ઘરે ગયો...
સૂમસામ એ ફળિયું હતું; એક જાગતું નળિયું હતું
જીવ બાળી બાળી દીવો ઠર્યો; બસ તે પછી હું ઘરે ગયો...
હું હતો જ ક્યાં તને શું કહું? નહીં ઓળખાયો મને જ હું!
હું સ્વયં સ્વયંથી બહુ ડર્યો; બસ તે પછી હું ઘરે ગયો...
નહીં હું કશુંય ત્યજી શકું; નહીં અન્યને હું ભજી શકું
મને બુદ્ધ ગૌતમ સાંભર્યો; બસ તે પછી હું ઘરે ગયો...!!
mane surya khoob ja kargaryo; bas te pachhi hun ghare gayo
paDchhayo mujmanthi kharyo; bas te pachhi hun ghare gayo
nahin rah jewun kashun malyun; har Dagalun marun mane naDyun
har galiye harpal chhetaryo; bas te pachhi hun dhare gayo
koi rah joi uthi gayun; koi nam marun bhansi gayun
mane koie nahin sangharyo; bas te pachhi hun ghare gayo
sumsam e phaliyun hatun; ek jagatun naliyun hatun
jeew bali bali diwo tharyo; bas te pachhi hun ghare gayo
hun hato ja kyan tane shun kahun? nahin olkhayo mane ja hun!
hun swayan swyanthi bahu Daryo; bas te pachhi hun ghare gayo
nahin hun kashunya tyji shakun; nahin anyne hun bhaji shun
mane buddh gautam sambharyo; bas te pachhi hun ghare gayo !!

સ્રોત
- પુસ્તક : નવનીત સમર્પણ - ઑક્ટોબર 2014 (પૃષ્ઠ ક્રમાંક 108)
- સંપાદક : દીપક દોશી
- પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન