aevun to chhuuttachhavaayaa thaii javaayun - Ghazals | RekhtaGujarati

એવું તો છૂટ્ટાછવાયા થઈ જવાયું

aevun to chhuuttachhavaayaa thaii javaayun

પૂર્ણિમા ભટ્ટ 'શબરી' પૂર્ણિમા ભટ્ટ 'શબરી'
એવું તો છૂટ્ટાછવાયા થઈ જવાયું
પૂર્ણિમા ભટ્ટ 'શબરી'

એવું તો છૂટ્ટાછવાયા થઈ જવાયું,

તૂટી ગઈ માળા ને મણકા થઈ જવાયું.

લો કલમ પણ સાવ છૂટી ગઈ હવેથી,

શબ્દથી પણ શાને અથરા થઈ જવાયું?

શ્વાસ તો ચાલ્યા કરે છે તાલબધ્ધી

કહે જગત 'અમથા, અમસ્તા' થઈ જવાયું.

શું કરું, શું ના કરું! અવઢવ સતાવે,

મનથી કેવું ચાર રસ્તા થઈ જવાયું!

ભીતરી સંવાદ એવો ખળભળાવે,

મૌન રહું તો શબ્દપડઘા થઈ જવાયું.

ઓગળે છે આભ આખું આંખમાં તો,

આંસુઓથી કેમ પથરા થઈ જવાયું?

કોનો પડછાયો મારામાં ફરે છે?

કોના ધબકારાથી પડઘા થઈ જવાયું!

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ