પાંપણો ખંખેરવાની વાત ના કર હોં હવે
paanpano khankhervaanii vaat naa kar hon have
ગિરીશ રઢુકિયા
Girish Radhukiya
પાંપણો ખંખેરવાની વાત ના કર હોં હવે
paanpano khankhervaanii vaat naa kar hon have
ગિરીશ રઢુકિયા
Girish Radhukiya
ગિરીશ રઢુકિયા
Girish Radhukiya
પાંપણો ખંખેરવાની વાત ના કર હોં હવે;
તું મને છંછેડવાની વાત ના કર હોં હવે.
પ્હોંચવામાં બે જ ડગલાં દૂર છે, મંઝિલ અને,
આમ તું પાછા જવાની વાત ના કર હોં હવે.
ના મળે તારી ખબર કે પત્ર કોઈ ના મળે,
એટલો મોટો થવાની વાત ના કર હોં હવે.
તેં જ તો આપ્યાં હતાં આ દર્દ, ડૂમા, ડૂસકાં,
તું જ આંસુ લૂંછવાની, વાત ના કર હોં હવે.
આગનાયે કાનમાં તેં તેલ તો રેડ્યું જ છે,
તું જ પાછો આ હવાની વાત ના કર હોં હવે.
સંત, સાધુ ને ફકીરી, વ્યાસવેડા બસ થયું,
તું હવે ઈશ્વર થવાની વાત ના કર હોં હવે.
સ્રોત
- પુસ્તક : આંખમાં વરસાદ બારેમાસ (પૃષ્ઠ ક્રમાંક 33)
- સર્જક : ગિરીશ રઢુકિયા
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2015
