oLakh gumaavvaanii vyathaa thaay chhe satat - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઓળખ ગુમાવવાની વ્યથા થાય છે સતત

oLakh gumaavvaanii vyathaa thaay chhe satat

પરબતકુમાર નાયી પરબતકુમાર નાયી
ઓળખ ગુમાવવાની વ્યથા થાય છે સતત
પરબતકુમાર નાયી

ઓળખ ગુમાવવાની વ્યથા થાય છે સતત,

ટોળામાં આવવાની વ્યથા થાય છે સતત.

પહેરીને પાઘડી હું જરા ખુશ થયો છું પણ,

માથું નમાવવાની વ્યથા થાય છે સતત.

મારી ખૂબી વખાણે કોઈ ટાંકણે,

ખામી છુપાવવાની વ્યથા થાય છે સતત.

ભેગી કરે છે ભીડ લોકોના મનમાં પણ,

ઊઠાં ભણાવવાની વ્યથા થાય છે સતત!

લગભગ જગતમાં સર્વને પથ્થરની આંખ છે,

હુન્નર બતાવવાની વ્યથા થાય છે સતત.

સ્રોત

  • પુસ્તક : એતદ્ : જુલાઈ - સપ્ટેમ્બર, ૨૦૨૪ (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સંપાદક : કમલ વોરા, નૌશિલ મહેતા
  • પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર