parwatne name paththar, dariyane name pani - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી

parwatne name paththar, dariyane name pani

ચિનુ મોદી ચિનુ મોદી
પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી
ચિનુ મોદી

પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી

‘ઇર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આસું ઉપર કોના નખની થઈ નિશાની?

ઇચ્છાને હાથ પગ છે, વાત આજે જાણી.

શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ

મારા ઘરે પધારો, ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે

થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી.

થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી

‘ઇર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 215)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004