chhidrwalun wahan chhe to chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

છિદ્રવાળું વહાણ છે તો છે

chhidrwalun wahan chhe to chhe

ભાવેશ ભટ્ટ ભાવેશ ભટ્ટ
છિદ્રવાળું વહાણ છે તો છે
ભાવેશ ભટ્ટ

છિદ્રવાળું વહાણ છે તો છે,

પાણીને એની જાણ છે તો છે.

ભલે ફૂલછાબ જેવો છે,

પણ ફૂલોથી અજાણ છે તો છે.

કામ બીજું હવે રહ્યું છે ક્યાં?

શ્વાસની ખેંચતાણ છે તો છે.

હું દિવસને નથી મળ્યો ક્યારેય,

કોઈને ઓળખાણ છે તો છે.

જેવું જીવ્યા છીએ લખ્યું એવું,

સાવ નબળું લખાણ છે તો છે.

સ્રોત

  • પુસ્તક : માસૂમ હવાના મિસરા (પૃષ્ઠ ક્રમાંક 104)
  • સંપાદક : અંકિત ત્રિવેદી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2006