nikalyo - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નીકળ્યો

nikalyo

સાહિલ સાહિલ
નીકળ્યો
સાહિલ

હરપળમાં આણપાણનો પડછાયો નીકળ્યો,

માણસ તો ખેંચતાણનો પડછાયો નીકળ્યો.

દરિયાનો અંશ જેને અમે માનતા હતા,

ડૂબતા વહાણનો પડછાયો નીકળ્યો.

આથી વધારે બીજો ભરમ હોઈ શું શકે,

હું મારી ઓળખાણનો પડછાયો નીકળ્યો.

ભીંતોની આરપાર અમે જઈ શક્યાં નહીં,

ઉંબર કોઈની આણનો પડછાયો નીકળ્યો.

વર્ષો પછી મળ્યાં છતાં આંખોમાં એમની

વર્ષો જૂની પિછાણનો પડછાયો નીકળ્યો.

સ્રોત

  • પુસ્તક : શબ્દસૃષ્ટિ - ડિસેમ્બર 2008 (પૃષ્ઠ ક્રમાંક 179)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2008