ne pachhi risesman uDi gai - Ghazals | RekhtaGujarati

ને પછી રીસેસમાં ઊડી ગઈ

ne pachhi risesman uDi gai

અદમ ટંકારવી અદમ ટંકારવી
ને પછી રીસેસમાં ઊડી ગઈ
અદમ ટંકારવી

ને પછી રીસેસમાં ઊડી ગઈ

એ પરી જે મારા દફતરમાં હતી

ને પછી મેળામાં એ ભૂલા પડ્યા

જેમણે છોડી તમારી આંગળી

તો પછી એવી રમતમાં શી મજા

જો ન સંતાવા મળે તારી ગલી

શબ્દના તેડાગરો આવી ગયા

ચાલ સંતાઈ જા મારી લાગણી

એક તારું નામ લખતાં આવડ્યું

ને પછી તો સ્લેટ આ કોરી રહી

સ્રોત

  • પુસ્તક : અદમ ટંકારવીની ગઝલોની ચોપડી (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સર્જક : અદમ ટંકારવી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 1997