naw niwed (ek uttar gujarati gajhal) - Ghazals | RekhtaGujarati

નવ નિવેદ (એક ઉત્તર ગુજરાતી ગઝલ)

naw niwed (ek uttar gujarati gajhal)

ભાનુપ્રસાદ ત્રિવેદી ભાનુપ્રસાદ ત્રિવેદી
નવ નિવેદ (એક ઉત્તર ગુજરાતી ગઝલ)
ભાનુપ્રસાદ ત્રિવેદી

લ્યૉ, જોઈ લ્યૉ! વળી ઈમનું પધરૉમણું થયું;

ભેંતે લખાતું નૉમ વૈકુંઠ ધૉમનું થયું!

ઠૂંશ મારી બેટી! મલકૂડે મની ફશ્યાં!

શું જોણું વસ્તીનેય વગર દૉમનું થયું!

ડપટાવવા આયાં હજડ, તે આવતું - જતું;

ન્હૈ કહે? મંદેર રાધેશ્યૉમનું થયું?

કૂવચ ઘશીજ્યાં વૅણનીઃ ખબરે પડી નહીં!

પણ ભૈ... પસં જે નાચણું કૂદૉમણું થયું!-

વાત લીલી કચ, ને લક્કડ હેમ થૈ પડ્યાં!

ચેવું રૂડું કાજળ અમારા નૉમનું થયું!

હાથે ચડી જ્યું કાળજું, બશ વેતર્યા કર્યું!

ક્હેજ્યો - તમારા હમ! તમારા કૉમનું થયું?

હંભાયણાનું દૈ ગયાં એવું તો ગૂમડું

કે ઑમથી દાબ્યું, તો દિયોર ઑમનું થયું!

આઁહું ફૂટ્યા, તો લોક ક્હૅ સ: વાવણી થશે!

ભૉનુભૈનો બોર થ્યો! રળિયૉમણું થયું!

ધાર્યું તો અશ્કર એક મારા રૉમનું થયું,

ગૉણું જે આપણ બેનું - આખા ગૉમનું થયું !

સ્રોત

  • પુસ્તક : ગઝલશતક (પૃષ્ઠ ક્રમાંક 50)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999