naphane khotno khayal na kar - Ghazals | RekhtaGujarati

નફાને ખોટનો ખયાલ ન કર

naphane khotno khayal na kar

અદમ ટંકારવી અદમ ટંકારવી
નફાને ખોટનો ખયાલ ન કર
અદમ ટંકારવી

નફાને ખોટનો ખયાલ ન કર

ફકીર સાથે ભાવતાલ ન કર

કોક બીજું ય વસે છે અહીંયાં

અહીંયાં તું આટલી ધમાલ ન કર

કેમ કે તું નથી તારી મિલકત

દોસ્ત તારામાં ગોલમાલ ન કર

તું નથી જાણતો ક્યાં જાય છે તું

આટલી તેજ તારી ચાલ ન કર

લોક માલિકને ભૂલી બેસે

સંત તું એટલી કમાલ ન કર

સ્રોત

  • પુસ્તક : અદમ ટંકારવીની ગઝલોની ચોપડી (પૃષ્ઠ ક્રમાંક 87)
  • સર્જક : અદમ ટંકારવી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 1997