નામ લેતાં એનું અટકી જાય છે, બોલો
nam letan enun atki jay chhe, bolo
હર્ષ બ્રહ્મભટ્ટ
Harsh Brahmbhatt
હર્ષ બ્રહ્મભટ્ટ
Harsh Brahmbhatt
નામ લેતાં એનું અટકી જાય છે, બોલો.
એક પાગલને બધું સમજાય છે, બોલો.
ઈશ્વરે એ ગામ છોડ્યાને થયાં વરસો,
ત્યાં પૂજારીઓ હવે પૂજાય છે, બોલો.
આમ વરસોથી નથી ઊંઘ્યો હકીકત છે,
આમ એ સપના સમો દેખાય છે, બોલો.
કોઈ દરજી માપ લઈ શકતો નથી એનું,
એ સતત નાનો ને મોટો થાય છે, બોલો.
દર વખત લો, લક્ષ્ય પોતે તાળીઓ પાડે,
જેટલી પણ વાર એ વીંધાય છે, બોલો.
એ બધાથી સાવ નોખો ને અલગ તોપણ,
એકસરખો સર્વમાં વ્હેંચાય છે, બોલો.
nam letan enun atki jay chhe, bolo
ek pagalne badhun samjay chhe, bolo
ishwre e gam chhoDyane thayan warso,
tyan pujario hwe pujay chhe, bolo
am warsothi nathi unghyo hakikat chhe,
am e sapna samo dekhay chhe, bolo
koi darji map lai shakto nathi enun,
e satat nano ne moto thay chhe, bolo
dar wakhat lo, lakshya pote talio paDe,
jetli pan war e windhay chhe, bolo
e badhathi saw nokho ne alag topan,
ekasarkho sarwman whenchay chhe, bolo
nam letan enun atki jay chhe, bolo
ek pagalne badhun samjay chhe, bolo
ishwre e gam chhoDyane thayan warso,
tyan pujario hwe pujay chhe, bolo
am warsothi nathi unghyo hakikat chhe,
am e sapna samo dekhay chhe, bolo
koi darji map lai shakto nathi enun,
e satat nano ne moto thay chhe, bolo
dar wakhat lo, lakshya pote talio paDe,
jetli pan war e windhay chhe, bolo
e badhathi saw nokho ne alag topan,
ekasarkho sarwman whenchay chhe, bolo
સ્રોત
- પુસ્તક : આભ દોર્યું તો સૂર્ય ઊગ્યો'તો (પૃષ્ઠ ક્રમાંક 15)
- સર્જક : હર્ષ બ્રહ્મભટ્ટ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2015
