nal damyanti sanwad - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નળ-દમયંતી-સંવાદ

nal damyanti sanwad

પુરુરાજ જોષી પુરુરાજ જોષી
નળ-દમયંતી-સંવાદ
પુરુરાજ જોષી

દમયંતી :
ટહુકાતું  તારું નામ મેં  સુણ્યું’તું જે ક્ષણે,
મારું  હૃદય  મારું  મટી,  તારું બન્યું હતું.

નળ :
મેં  પણ નયનનું કામ શ્રવણથી લીધું હતું,
નીરખું તને તે પહેલાં તો હૃદયે વસી હતી.

દમયંતી :
સંજીવની   ન’તી  હતી  રેખા   કલંકની
મત્સ્યો મરેલાં તેથી તો જીવતાં થયાં હતાં.

નળ :
એક જ હતું વસન એ ઉપાડી ઊડી ગઈ
ઇચ્છાએ  મને ભરબપ્પોરે નિર્વસન કર્યો.

દમયંતી :
શંકાની  ધાર  વ્હાલને  વિચ્છેદતી   રહી,
નહીંતર ઘણી નિકટતા હતી એક વસ્ત્રમાં.

નળ :
છરી   શી   ધારદાસ   પ્રતીતિ   થઈ  મને
ચીર્યું  તે  વસ્ત્ર  ના  હતું  મારી  ત્વચા હતી

સ્રોત

  • પુસ્તક : સમીપે (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : શિરીષ પંચાલ, જયદેવ શુક્લ, બકુલ ટેલર
  • પ્રકાશક : સંવાદ પ્રકાશન
  • વર્ષ : 2020