biji triji nahi bas aa ja, aa ja, aa ja najar - Ghazals | RekhtaGujarati

બીજી ત્રીજી નહિ બસ આ જ, આ જ, આ જ નજર

biji triji nahi bas aa ja, aa ja, aa ja najar

હેમંત પુણેકર હેમંત પુણેકર
બીજી ત્રીજી નહિ બસ આ જ, આ જ, આ જ નજર
હેમંત પુણેકર

બીજી ત્રીજી નહિ બસ જ, જ, નજર

મળી છે જ્યારથી, દિલ પર કરે છે રાજ નજર

બસ એક વાર મળે તોય વીંધી નાખે દિલ

તમારી પાસે છે કેવી નિશાનેબાજ નજર!

શું દાવપેચ અને હોય છે શું શેહ ને માત?

ખબર પડે જો મિલાવે ચાલબાજ નજર

તું ચાર માણસો વચ્ચે ઘૂર એને આમ

કહ્યું મેં જાતને, તોપણ આવી વાજ નજર

નજીક આવે નહીં તોય જાણે દિલનો હાલ

કે ચહેરો દૂરથી વાંચે છે એની બાજનજર

ક્ષણાર્ધમાં થતું નજરાનજરનું દર્દ છે

મિલાવી રાખ કે જેથી બને ઈલાજ નજર

છે મારી પાસે ફક્ત દિલ જે તમને સોંપું છું

જો હોત તો હું કરી દેત તખ્તોતાજ નજર!

સ્રોત

  • પુસ્તક : કાગળની નાવ (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સર્જક : હેમંત પુણેકર
  • પ્રકાશક : Zen Opus
  • વર્ષ : 2022