najar aa konii samii saanjthii bujhaaii chhe - Ghazals | RekhtaGujarati

નજર આ કોની સમી સાંજથી બુઝાઈ છે

najar aa konii samii saanjthii bujhaaii chhe

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
નજર આ કોની સમી સાંજથી બુઝાઈ છે
હરીન્દ્ર દવે

નજર કોની સમી સાંજથી બુઝાઈ છે,

કહે છે ઘર, છતાં લાગી રહ્યું સરાઈ છે.

કદીક પાંખ મળે છે, કદીક પાય કપાય,

સમયની સાથે તને શું કોઈ સગાઈ છે?

બપોર રણની, છતાંયે અધર સુકાતા નથી,

કોઈ સવારે તમે કેવી સુધા પાઈ છે!

તમારી સાથે હવે એટલે હસી શકશું,

કે એકલા તો અમે વેદનાને ગાઈ છે.

વિરહની કેવી ઘટા હોય, હવે યાદ નથી,

હજીયે જો કે મિલનની તો બસ નવાઈ છે.

કોઈ ઉપાયે મને જોઈતું મરણ મળ્યું,

હતું મેં માન્યું, ફક્ત જિંદગી પરાઈ છે.

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ