naphane khotno khayal na kar - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નફાને ખોટનો ખયાલ ન કર

naphane khotno khayal na kar

અદમ ટંકારવી અદમ ટંકારવી
નફાને ખોટનો ખયાલ ન કર
અદમ ટંકારવી

નફાને ખોટનો ખયાલ કર

ફકીર સાથે ભાવતાલ કર

કોક બીજું વસે છે અહીંયાં

અહીંયાં તું આટલી ધમાલ કર

કેમ કે તું નથી તારી મિલકત

દોસ્ત તારામાં ગોલમાલ કર

તું નથી જાણતો ક્યાં જાય છે તું

આટલી તેજ તારી ચાલ કર

લોક માલિકને ભૂલી બેસે

સંત તું એટલી કમાલ કર

સ્રોત

  • પુસ્તક : અદમ ટંકારવીની ગઝલોની ચોપડી (પૃષ્ઠ ક્રમાંક 87)
  • સર્જક : અદમ ટંકારવી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 1997