e ja bhankara rahe harpal ke tun aawi hashe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એ જ ભણકારા રહે હરપળ કે તું આવી હશે

e ja bhankara rahe harpal ke tun aawi hashe

રાજેશ વ્યાસ 'મિસ્કીન' રાજેશ વ્યાસ 'મિસ્કીન'
એ જ ભણકારા રહે હરપળ કે તું આવી હશે
રાજેશ વ્યાસ 'મિસ્કીન'

ભણકારા રહે હરપળ કે તું આવી હશે,

દૂર સુધી શહેર ઝળહળ કે તું આવી હશે.

ઠેઠ પાતાળેથી પ્રગટ્યાં જળ કે તું આવી હશે,

સાવ નોખાં લાગતા હર સ્થળ કે તું આવી હશે.

હા હતી સાબરમતી પણ નામની કેવળ નદી,

બેઉ કાંઠે એય છે ખળખળ કે તું આવી હશે.

શ્વાસ-આંખો-ઉંબરો-આંગણ ને રસ્તાઓ બધા,

રોજ કરતાં છે વધુ વિહ્વળ કે તું આવી હશે.

ક્યાં હવે સજ્જડ કોઈ કારણ રહ્યું છે તે છતાં,

ટેવવશ થઈ જાય છે અટકળ કે તું આવી હશે.

સ્રોત

  • પુસ્તક : બેસ્ટ ઑફ મિસ્કીન (પૃષ્ઠ ક્રમાંક 59)
  • સંપાદક : હર્ષ બ્રહ્મભટ્ટ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2013