નાના બાળકની જેમ ભૂલ કરી
naanaa baalaknii jem bhuul karii
ભાવિન ગોપાણી
Bhavin Gopani
ભાવિન ગોપાણી
Bhavin Gopani
નાના બાળકની જેમ ભૂલ કરી
મેં કબૂલીને પ્રેમ ભૂલ કરી
એ વિચારે છે શું સજા આપું?
હું વિચારું છું કેમ ભૂલ કરી?
છે પુરાવો કે હું કહ્યાંમાં હતો
એણે કીધું મેં એમ ભૂલ કરી
કામ સારું કરીને આવ્યો હોઉં
પણ મને થાય વહેમ, ભૂલ કરી
નડવા લાગ્યો છું ખૂબ લોકોને
વિસ્તરી જેમતેમ ભૂલ કરી
તેજ ઓછું થયું છે ફોટાનું
મેં મઢાવીને ફ્રેમ ભૂલ કરી
એવું પગલું ભર્યું કે તૂટી જઉં
પણ રહ્યો હેમખેમ, ભૂલ કરી
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ
