na rastani, na duniyani, kashani nondh na lidhi - Ghazals | RekhtaGujarati

ન રસ્તાની, ન દુનિયાની, કશાની નોંધ ના લીધી

na rastani, na duniyani, kashani nondh na lidhi

નીરવ વ્યાસ નીરવ વ્યાસ
ન રસ્તાની, ન દુનિયાની, કશાની નોંધ ના લીધી
નીરવ વ્યાસ

રસ્તાની, દુનિયાની, કશાની નોંધ ના લીધી,

અમે નીકળ્યા ઘરેથી તો હવાની નોંધ ના લીધી.

અમારા હાથ સમજ્યા છે સદાયે હાથની ભાષા,

દુઆ ના સાંભળી કે બદદુઆની નોંધ ના લીધી.

કશોયે અર્થ તેથી ના સર્યો, મહેફિલમાં રોકાઈ,

તમે સાકીને ના જોયો, સુરાની નોંધ ના લીધી.

શરૂમાં એમ લાગ્યું હોય જાણે ગુપ્ત સમજૂતી,

બધાએ એકસરખી આયનાની નોંધ ના લીધી.

કસબ સમજી શક્યું, બાળક, તો એની નોંધ લીધી મેં,

સભામાં બેસનારા ખેરખાંની નોંધ ના લીધી.

સ્રોત

  • પુસ્તક : માસૂમ હવાના મિસરા (પૃષ્ઠ ક્રમાંક 83)
  • સંપાદક : અંકિત ત્રિવેદી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2006