રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમુઠ્ઠી તાંદુલની મજા જાણે,
કૃષ્ણ જેવો કોઈ સખા જાણે.
એની શેરીમાં એમ ગૂંજ્યો છું,
કોઈ દરવેશની સદા જાણે.
આંખ ભટકી રહી છે ચોગરદમ,
કોને શોધી રહી ખુદા જાણે.
નીડ વીંખાઈ ગયું છે એવું,
એક હું જાણું કે હવા જાણે.
એની શેરીમાં ના પડ્યાં પગલાં,
એ બધા ક્યાં ગયા ખુદા જાણે!
શ્વાસ લીધા પછીનો અંદેશો,
હોય ઉચ્છવાસ પણ સજા જાણે.
રંગ ઋતુના થઈ ગયા ફિક્કા,
‘મીર’ એ થઈ ગયા ખફા જાણે.
muththi tandulni maja jane,
krishn jewo koi sakha jane
eni sheriman em gunjyo chhun,
koi darweshni sada jane
ankh bhatki rahi chhe chogardam,
kone shodhi rahi khuda jane
neeD winkhai gayun chhe ewun,
ek hun janun ke hawa jane
eni sheriman na paDyan paglan,
e badha kyan gaya khuda jane!
shwas lidha pachhino andesho,
hoy uchchhwas pan saja jane
rang rituna thai gaya phikka,
‘meer’ e thai gaya khapha jane
muththi tandulni maja jane,
krishn jewo koi sakha jane
eni sheriman em gunjyo chhun,
koi darweshni sada jane
ankh bhatki rahi chhe chogardam,
kone shodhi rahi khuda jane
neeD winkhai gayun chhe ewun,
ek hun janun ke hawa jane
eni sheriman na paDyan paglan,
e badha kyan gaya khuda jane!
shwas lidha pachhino andesho,
hoy uchchhwas pan saja jane
rang rituna thai gaya phikka,
‘meer’ e thai gaya khapha jane
સ્રોત
- પુસ્તક : અધખૂલાં દ્વાર (પૃષ્ઠ ક્રમાંક 13)
- સર્જક : રશીદ મીર
- પ્રકાશક : ધબક પ્રકાશન
- વર્ષ : 1998