ane betho rahun chhun hun - Ghazals | RekhtaGujarati

અને બેઠો રહું છું હું

ane betho rahun chhun hun

અને બેઠો રહું છું હું

કોઈ મૃગજળ બની છળતું અને બેઠો રહું છું હું.

જીવનનું માટલું ગળતું અને બેઠો રહું છું હું.

અચાનક યાદ આવે છે વિતેલા પ્રસંગો ને-,

મને ભીતર કશુંક કળતું અને બેઠો રહું છું હું.

નગરના જે વિકલ્પો છે, ઝરૂખામાં પુરાયા છે,

સમયનું પંખી ટળવળતું અને બેઠો રહું છું હું.

બરડ ને પારદર્શક છે વિષાદી મૌન મારું એ,

બરફની જેમ પીગળતું અને બેઠો રહું છું હું.

મને ઘેરી લીધો એકાંતની ચારે દિશાઓએ,

નદીનું નીર ખળખળતું અને બેઠો રહું છું હું.

પછી મધરાત ને કણસતું કિલ્લોલનું જીવડું,

હવે દરમાં સળવળતું અને બેઠો રહું છું હું.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ