મૃગજળનો દરિયો
mrugjalno dariyo
અસર સૂરતી
Asar Surati

વણવરસ્યા વાદળનો દરિયો;
સહરામાં મૃગજળનો દરિયો.
ફૂલની ઇચ્છા, એક જ ઇચ્છા :
પી જાઉં ઝાકળનો દરિયો.
હું જાણું ના આરો ક્યાં છે?
કેમ વટાવું પળના દરિયો?
આંસુના તોફાનને જોજો;
લાગે છે કાજળનો દરિયો.
માત્ર ‘અસર’નું આ જીવન તો
જળ, નૌકા, કાગળનો દરિયો.



સ્રોત
- પુસ્તક : સહરામાં મૃગજળનો દરિયો (પૃષ્ઠ ક્રમાંક 9)
- સર્જક : ‘અસર’ સૂરતી
- પ્રકાશક : મનહરલાલ ચોક્સી
- વર્ષ : 1978