રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમોર ઝીણાં પગલાં પાડી જાય છે,
તે પછીથી આંગણું હીજરાય છે.
આપણી ઇચ્છાથી ક્યાં રોકાય છે?
આવનારા આવે એવા જાય છે.
હા, સરળ છે પણ સરળ એટલું નથી,
મનનું ધાર્યું કોઈક વેળા થાય છે.
જિંદગીની રમ્ય ઘટનાઓ બધી,
તું જો સાથે હોય તો સમજાય છે.
આ હવાને બાચકાં નાહક ન ભર,
એ કદી ક્યાં કોઈથી પકડાય છે?
થાય છે કેટલાં રહસ્યો હસ્તગત,
ત્યારે આ દરવેશ કૈં મલકાય છે.
ઘરની બરબાદી ઉપર હસવું પડે,
‘મીર’ દીવાના પછી કહેવાય છે.
mor jhinan paglan paDi jay chhe,
te pachhithi anganun hijray chhe
apni ichchhathi kyan rokay chhe?
awnara aawe ewa jay chhe
ha, saral chhe pan saral etalun nathi,
mananun dharyun koik wela thay chhe
jindgini ramya ghatnao badhi,
tun jo sathe hoy to samjay chhe
a hawane bachkan nahak na bhar,
e kadi kyan koithi pakDay chhe?
thay chhe ketlan rahasyo hastagat,
tyare aa darwesh kain malkay chhe
gharni barbadi upar hasawun paDe,
‘meer’ diwana pachhi kaheway chhe
mor jhinan paglan paDi jay chhe,
te pachhithi anganun hijray chhe
apni ichchhathi kyan rokay chhe?
awnara aawe ewa jay chhe
ha, saral chhe pan saral etalun nathi,
mananun dharyun koik wela thay chhe
jindgini ramya ghatnao badhi,
tun jo sathe hoy to samjay chhe
a hawane bachkan nahak na bhar,
e kadi kyan koithi pakDay chhe?
thay chhe ketlan rahasyo hastagat,
tyare aa darwesh kain malkay chhe
gharni barbadi upar hasawun paDe,
‘meer’ diwana pachhi kaheway chhe
સ્રોત
- પુસ્તક : અધખૂલાં દ્વાર (પૃષ્ઠ ક્રમાંક 10)
- સર્જક : રશીદ મીર
- પ્રકાશક : ધબક પ્રકાશન
- વર્ષ : 1998