મોરને છોડી ટહુકા ક્યાં જશે?
morne chhodine tahukaa kyaan jashe?
દિલીપ મોદી
Dilip Modi

મોરને છોડી ટહુકા ક્યાં જશે?
આ ધરાથી દૂર દરિયા ક્યાં જશે?
શ્વાસના સામિપ્યમાં તો કૈંક છે,
શબ્દથી અકબંધ રેખા ક્યાં જશે?
ક્ષુબ્ધ ઘટના ચોતરફથી ઘૂઘવે,
હાથથી મેંદીની છાયા ક્યાં જશે?
હું પરિચિત ભીંતમાં ડૂબી શકું,
ભાગ્યના ખંડેર પડઘા ક્યાં જશે?
લ્યો, હકીકત ધૂળમાં છુપાઈ ગઈ,
પારદર્શક શ્વેત પગલાં ક્યાં જશે?



સ્રોત
- પુસ્તક : ગુજરાતી પ્રતિનિધિ ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 49)
- સંપાદક : ચિનુ મોદી
- પ્રકાશક : સાહિત્ય અકાદેમી દિલ્હી
- વર્ષ : 2008
- આવૃત્તિ : 3