milanni koi pan sambhawnaman wahenchi de - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મિલનની કોઈ પણ સંભાવનામાં વહેંચી દે

milanni koi pan sambhawnaman wahenchi de

હનીફ સાહિલ હનીફ સાહિલ
મિલનની કોઈ પણ સંભાવનામાં વહેંચી દે
હનીફ સાહિલ

મિલનની કોઈ પણ સંભાવનામાં વહેંચી દે

તું કોઈ રીતે મને ઝંખનામાં વહેંચી દે

મેં અંધકારને પીધો છે, ખૂબ પીધો છે

કે સૂર્ય જેવી કોઈ ધારણામાં વહેંચી દે

જડ પદાર્થમાંય ચેતના ખીલી ઊઠે

છલકતી જાય જે એવી સુરામાં વહેંચી દે

તણાતો જાઉં છું કોઈ અકળ પ્રવાહ વિશે

તું એને વાંછના કે વાસનામાં વહેંચી દે

અજાણ્યા દેશનો એકલ પ્રવાસી છું, તું મને

ગમે તે રાહ, ગમે તે દિશામાં વહેંચી દે

મારા લેહીમાં સંદર્ભ શાનો થરકે છે

તુ નામ આપ અને નામનામાં વહેંચી દે

ગઝલના જેવી ઇચ્છા જે ટળવળે છે 'હનીફ'

સફેદ કાગઝી સંવેદનામાં વહેંચી દે

સ્રોત

  • પુસ્તક : પર્યાય તારા નામનો (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સર્જક : હનીફ સાહિલ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1985