રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમિલનની કોઈ પણ સંભાવનામાં વહેંચી દે
તું કોઈ રીતે મને ઝંખનામાં વહેંચી દે
મેં અંધકારને પીધો છે, ખૂબ પીધો છે
કે સૂર્ય જેવી કોઈ ધારણામાં વહેંચી દે
આ જડ પદાર્થમાંય ચેતના ખીલી ઊઠે
છલકતી જાય જે એવી સુરામાં વહેંચી દે
તણાતો જાઉં છું કોઈ અકળ પ્રવાહ વિશે
તું એને વાંછના કે વાસનામાં વહેંચી દે
અજાણ્યા દેશનો એકલ પ્રવાસી છું, તું મને
ગમે તે રાહ, ગમે તે દિશામાં વહેંચી દે
આ મારા લેહીમાં સંદર્ભ શાનો થરકે છે
તુ નામ આપ અને નામનામાં વહેંચી દે
ગઝલના જેવી આ ઇચ્છા જે ટળવળે છે 'હનીફ'
સફેદ કાગઝી સંવેદનામાં વહેંચી દે
milanni koi pan sambhawnaman wahenchi de
tun koi rite mane jhankhnaman wahenchi de
mein andhkarne pidho chhe, khoob pidho chhe
ke surya jewi koi dharnaman wahenchi de
a jaD padarthmanya chetna khili uthe
chhalakti jay je ewi suraman wahenchi de
tanato jaun chhun koi akal prawah wishe
tun ene wanchhna ke wasnaman wahenchi de
ajanya deshno ekal prawasi chhun, tun mane
game te rah, game te dishaman wahenchi de
a mara lehiman sandarbh shano tharke chhe
tu nam aap ane namnaman wahenchi de
gajhalna jewi aa ichchha je talawle chhe haniph
saphed kagjhi sanwednaman wahenchi de

સ્રોત
- પુસ્તક : પર્યાય તારા નામનો (પૃષ્ઠ ક્રમાંક 28)
- સર્જક : હનીફ સાહિલ
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1985