shun kahi shako? - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શું કહી શકો?

shun kahi shako?

સંધ્યા ભટ્ટ સંધ્યા ભટ્ટ
શું કહી શકો?
સંધ્યા ભટ્ટ

વીતી ગયેલી પળ વિશે તો આખરે શું કહી શકો?

વરસ્યાં તે વાદળ વિશે તો આખરે શું કહી શકો?

સંવેદનાઓ કેટલી વહેતી કરી જેના ઉપર,

પહોંચ્યા જે કાગળ વિશે તો આખરે શું કહી શકો?

જીવન હતું દાહક છતાંયે પુષ્પને આપી ગયાં,

મીરાં, અખો, શામળ વિશે તો આખરે શું કહી શકો?

સરકી જવાની શક્યતાઓ ખૂબ છે ને તે છતાં,

નિશ્ચલ, સરલ ઝાકળ વિશે તો આખરે શું કહી શકો?

આંસુ સાથે વહી શકે ને હર્ષથી ચમકી ઊઠે

નૈંનોના કાજળ વિશે તો આખરે શું કહી શકો?

સ્રોત

  • પુસ્તક : શબ્દસૃષ્ટિ - ડિસેમ્બર 2008 (પૃષ્ઠ ક્રમાંક 177)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી