maun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કોઈ વેળા એમ તારી આવી જતી યાદ,

ઓરડાની દીવાલે હો અડકતું મૌન.

બારણાંમાં જાળાં જેમ બાઝી ગયા સૂર,

ધૂળભર્યા આંગણામાં સરકતું મૌન.

ઉંબરાની કોરે બેસી બાળકની જેમ,

સમયના ટુકડાને ચગળતું મૌન.

પ્હેલીવ્હેલી ઝંખનાનો ઝાંખોપાંખો અર્થ,

રઝળતા શબ્દો, એક અછડતું મૌન.

ઊભરાતી ભીડે આંહી ભળી શકે કેમ

કદી કદી પેાતાથીયે ભડકતું મૌન!

શબદ તો સંઘરાશે પણુ એનું કોણ

સદા રાનવેરાને જે ભટકતું મૌન?

કોઈ કહે વાણીના ખળકતાં પૂર,

હું તો કહું હળુ હળુ ઓગળતું મૌન...

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 125)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989