મારો શો વિશ્વાસ, હું તો પાનખરનું પાંદડું
Maro Sho Vishvas, Hu To Pankharnu Pandadu
ખલીલ ધનતેજવી
Khalil Dhantejvi
મારો શો વિશ્વાસ, હું તો પાનખરનું પાંદડું
Maro Sho Vishvas, Hu To Pankharnu Pandadu
ખલીલ ધનતેજવી
Khalil Dhantejvi
ખલીલ ધનતેજવી
Khalil Dhantejvi
મારો શો વિશ્વાસ, હું તો પાનખરનું પાંદડું,
ડાળીએથી કોણ જાણે ક્યારે હું તૂટી પડું.
હું તો મારા હાથપગની બેડીઓ તોડી શકીશ,
પ્રશ્ન તારો છે કે તે પહેર્યું છે સોનાનું કડું.
ટૂંકમાં જીવનમરણની આટલી છે ફિલસૂફી,
બસ કે ગુમ થૈ જાઉં પાણીમાં ને રેતીમાં જડું.
ધાર કે આજે કલમ ના હોત મારા હાથમાં,
તો નર્યા હાથે સળગતા શબ્દને ક્યાંથી અડું.
નટ-નટીનું પોસ્ટર જોઈ કશું ધારો નહિ,
એ જગાએ ભીંત પર ઊખડી ગયું છે પોપડું.
સ્રોત
- પુસ્તક : સાદગી (પૃષ્ઠ ક્રમાંક 89)
- સર્જક : ખલિલ ધનતેજવી
- પ્રકાશક : વિશાલ પબ્લિકેશન્સ, મુંબઈ
- વર્ષ : 2000
