maro abhaw - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારો અભાવ

maro abhaw

મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયા

લાલાશ આખા ઘરની હવામાં ભરી જઈશ

ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઈશ

ઊડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા

આપી મહક પતંગિયાને હું ખરી જઈશ

આખુંય વન મહેકતું રહેશે પછી સદા

વૃક્ષોનાં થડમાં નામ લીલું કોતરી જઈશ

હું તો છું પીછું કાળના પંખીની પાંખનું

સ્પર્શું છું આજ આભને, કાલે ખરી જઈશ

મારો અભાવ મોરની માફક ટહુકશે

ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ

સ્રોત

  • પુસ્તક : વરસોનાં વરસ લાગે (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સર્જક : મનોજ ખંડેરિયા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2011
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ