mari tarasno parashn salagto ubho hato - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારી તરસનો પ્રશ્ન સળગતો ઊભો હતો

mari tarasno parashn salagto ubho hato

ભાવિન ગોપાણી ભાવિન ગોપાણી
મારી તરસનો પ્રશ્ન સળગતો ઊભો હતો
ભાવિન ગોપાણી

મારી તરસનો પ્રશ્ન સળગતો ઊભો હતો,

પણ ખરું કે માર્ગમાં દરિયો ઊભો હતો.

તારી નજરમાં આવવું ગમતું હતું મને,

હું એટલે તો ભીડથી અળગો ઊભો હતો.

મેં જિંદગીના ઓરડામાં ડોકિયું કર્યું,

બેઠી'તી આફતો અને જલસો ઊભો હતો.

એને મળ્યું છે સ્વર્ગ ફકત કારણે,

નર્કની કતારમાં સરખો ઊભો હતો.

નિષ્ફળ ટકોરા દઈને જે પાછી વળી ગઈ,

સૌ દ્વાર પર ચીસનો પડઘો ઊભો હતો.

કિલ્લાની જેમ આપણો વિશ્વાસ આખરે,

અડધો પડી ગયો અને અડધો ઊભો હતો.

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.