bhramit man - Ghazals | RekhtaGujarati

અરે નાદાન પ્રેમીલા તને મન ભૂત શું વળગ્યું?-

ભમે જઈ શોધવા વ્હાલી સરિતવલ્લી ગુફાઓમાં!

અરે મૂઢ રાગીલા તું શાં ક્હાડતું ઘેલાં,

ઉઠે સૂતી સ્મશાને ના, વિરામી સદા માટે.

સુણે પોકારના તારા રૂદિત તારાંય ના દેખે,

પડી છે ગાઢ નિદ્રામાં જગાડી તો નહીં જાગે.

અરે ભૂ વ્યોમની વચ્ચે હિંચી પ્રિયને રહ્યું જો તું,

હિંચે તે વ્યર્થ તું જોવા જુદે તે વ્યર્થ આશામાં.

થઈ અદૃશ્ય દેખાયે હવે ના પડી નજરે,

ગઈ કંઈ દૂરના દેશે નજર નાંખી ત્યાં પ્હોંચે.

નજર નાંખી ઘણીએ પણ પ્રિયા જોવા જો પામ્યું,

ભૂંડા આાશ છોડી દે ગયાં તે ના વળે પાછાં.

ચિતામાંની વિભૂતીને લઈ લઈ અંગ તું ચોળે,

ફળે કહે કાંઇએ એમાં વૃથા છે ઘેલછા તારી.

ગયુ તેને રોવું શું? ગયું તેને જોવું શું?

ગયુ તેને ગયુ જાણી મુકી દે જોવું ને રોવું.

રડી થાકયાં નયન તારાં નિહાળી આંસુડાં ઊન્હાં,

શમી ના જ્વાળ તેનાથી મળી ના વ્હાલિ આવિને.

સ્વરો સૂણ્યા પ્રિયા મૂખે ફરીએ સૂણવા તેને,

હવે તું આશ છેડી દે ગળી ગઈ વાયુની લહરી. ૧૦

ગળાયા તે સૂણાયે ફરી આવી પ્રદેશે આ,

છતાં તું મૂઢ જેવાને ચડી સ્મરણે સતા’વાના. ૧૧

હતું તે એક વેળાએ, હતું ત્યારે હતું સૌએ,

સ્મરણને રાખ દાબીને રખે એને સળી કર તું. ૧ર

વિધીના ચેાગથી આવે વિધી યોગે છુપાએ જઈ,

ગયું શું તાહરૂં તેમાં રૂદિત એવાં રચે શાનાં. ૧૩

ઘડીમાં આવિને જાયે રચી આશા ઠગી જાએ,

ઠગાએ તેાય ઈચ્છે તારાથી બીજું ભોળું. ૧૪

જતું તે જાય છો, આવે ભલે તે આવતું સહજે,

ખિલીને નાચતું તું ના રડી રચતું રૂદિત ના કંઈ. ૧પ

અરે જો પ્રેમનું ભૂખ્યું સમજ મન પ્રેમ તે શું છે,

પડી ભ્રાન્તીમહીં વસ્તુ જુઠી લઈ ના થતું રાજી. ૧૬

જવા દે મોહ માયાનો! પ્રભૂના પ્રેમમાં લોટી,

વિયોગી થા ભલે યોગી પ્રભૂના પ્રેમનું રાગી. ૧૭

પ્રભુના પ્રેમનું પ્યાલું લઈ કરમાં ભલે પી જા,

તૃષા તારી છિપાશે ને થશે ના કાંઇ ઉત્તાપ. ૧૮

પ્રભૂના પ્રેમના ક્ષેત્રે ખિલેલાં પ્રેમનાં પુષ્પો,

ગુંથીને કોટમાં પ્હેરી વિજયમાળા સુગંધી લે. ૧૯

સ્રોત

  • પુસ્તક : ક્લાન્ત કવિ (પૃષ્ઠ ક્રમાંક 144)
  • સંપાદક : ઉમાશંકર જોષી
  • પ્રકાશક : ગૂજરાત સાહિત્ય સભા
  • વર્ષ : 1942