mane shodhto hato - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મને શોધતો હતો

mane shodhto hato

ભરત ભટ્ટ 'તરલ' ભરત ભટ્ટ 'તરલ'
મને શોધતો હતો
ભરત ભટ્ટ 'તરલ'

પ્રત્યેક શ્વાસે, શ્વાસ મને શોધતો હતો,

હું મારી આસપાસ મને શોધતો હતો.

કેડીઓ કારણોની સમેટાઈ ગઈ પછી-

રસ્તાઓનો પ્રવાસ મને શોધતો હતો.

કંઈ કેટલાય શબ્દ ગળે બાંધવા પડ્યા,

પ્રત્યેક શબ્દ ખાસ મને શોધતો હતો.

મેં શોધ આદરી છે ફરી એક નાવની

દરિયે પડેલ ચાસ મને શોધતો હતો.

ચપટીક અંધકાર ઉલેચી શક્યો નહીં,

જન્મોથી કૈં ઉજાસ મને શોધતો હતો.

સ્રોત

  • પુસ્તક : મીણના માર્ગ પર (પૃષ્ઠ ક્રમાંક 50)
  • સર્જક : ભરત ભટ્ટ ‘તરલ’
  • પ્રકાશક : લટૂર પ્રકાશન
  • વર્ષ : 2016