રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.
ફટાણાંના માણસ, મરશિયાંના માણસ;
અમે વારસાગત સમસ્યાના માણસ.
‘કદી'થી ‘સદી’ની અનિદ્રાના માણસ,
પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ.
અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ;
સડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ.
શિખર? ખીણ? ધુમ્મસ? સૂરજ? કે કશું નૈં?
‘ટુબી-નોટ ટુબી’ની ‘હા-ના’ના માણસ.
ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું
અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ.
મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે;
હતા આપણે મૂળ તડકાના માણસ.
ame andhi wachche tanakhlanna manas;
pila shwasni tuchchh ghatnana manas
phatananna manas, marashiyanna manas;
ame warsagat samasyana manas
‘kadithi ‘sadi’ni anidrana manas,
prbhatoni shashwat prtikshana manas
ame amne malwane jhurta ja rahiye;
saDakwant jhibrata tolana manas
shikhar? kheen? dhummas? suraj? ke kashun nain?
‘tubi not tubi’ni ‘ha na’na manas
bharat koi gunthatun rahe morlanun
ame tachch tumpata tahukana manas
mali ajiwan ked dhruwna prdeshe;
hata aapne mool taDkana manas
ame andhi wachche tanakhlanna manas;
pila shwasni tuchchh ghatnana manas
phatananna manas, marashiyanna manas;
ame warsagat samasyana manas
‘kadithi ‘sadi’ni anidrana manas,
prbhatoni shashwat prtikshana manas
ame amne malwane jhurta ja rahiye;
saDakwant jhibrata tolana manas
shikhar? kheen? dhummas? suraj? ke kashun nain?
‘tubi not tubi’ni ‘ha na’na manas
bharat koi gunthatun rahe morlanun
ame tachch tumpata tahukana manas
mali ajiwan ked dhruwna prdeshe;
hata aapne mool taDkana manas
સ્રોત
- પુસ્તક : શબ્દનું સાત ભવનું લેણું છે (પૃષ્ઠ ક્રમાંક 30)
- સંપાદક : રવીન્દ્ર પારેખ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2009