ઘર નથી હોતાં કદીયે ઘર બધાં
ghar naathii hotaa. kadiiye ghar badhaan


ઘર નથી હોતાં કદીયે ઘર બધાં,
કેમ હો અવસર પછી અવસર બધા?
માળીનું સપનું છે આ ફૂલો વિશે,
એકબીજાનો કરે આદર બધા!
બે ટકાનો પ્રેમ લેશો કોઈનો,
સો ટકાનું માંગશે વળતર બધા.
એક પણ પળ ત્યાં તું રોકાતો નહીં,
જે નગરમાં લાગતા સુંદર બધા.
પ્રશ્નરૂપી અંત પામ્યા આખરે
જોઈતા’તા એમને ઉત્તર બધા!
મોત, હું માણસ છું સીધી લીટીનો,
આવજે તું છોડીને ચક્કર બધાં.
ghar nathi hotan kadiye ghar badhan,
kem ho awsar pachhi awsar badha?
malinun sapanun chhe aa phulo wishe,
ekbijano kare aadar badha!
be takano prem lesho koino,
so takanun mangshe waltar badha
ek pan pal tyan tun rokato nahin,
je nagarman lagta sundar badha
prashnrupi ant pamya akhre
joita’ta emne uttar badha!
mot, hun manas chhun sidhi litino,
awje tun chhoDine chakkar badhan
ghar nathi hotan kadiye ghar badhan,
kem ho awsar pachhi awsar badha?
malinun sapanun chhe aa phulo wishe,
ekbijano kare aadar badha!
be takano prem lesho koino,
so takanun mangshe waltar badha
ek pan pal tyan tun rokato nahin,
je nagarman lagta sundar badha
prashnrupi ant pamya akhre
joita’ta emne uttar badha!
mot, hun manas chhun sidhi litino,
awje tun chhoDine chakkar badhan



સ્રોત
- પુસ્તક : નવનીત સમર્પણ : નવેમ્બર ૨૦૨૩ (પૃષ્ઠ ક્રમાંક 124)
- સંપાદક : દીપક દોશી
- પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન