
એ કોઈ જાણતું નથી થોડાઘણા સિવાય,
કે બીજું કંઈ નડ્યું નથી હોવાપણા સિવાય.
ના જાય વાત બહાર કોઈ આપણા સિવાય,
ઘરમાંથી વસ્તુ નીકળે છે બારણાં સિવાય?
ભગવાન એથી બીજું વધારે બનાવે છે,
સર્જન બધું જ સહેલું છે માણસપણાં સિવાય.
સોનાનો હોય તોય હવે શું કરી શકો?
ભૂતકાળમાંથી શું ય લ્યો સંભારણાં સિવાય?
બાપાની ફોટોફ્રેમ કદી સાફ ના કરે,
તો દીકરા જગા નહીં દે આંગણાં સિવાય.
એને બધું જ આપવા ઝંખ્યાં કરું છું હું,
જે કંઈ ન બીજું દઈ શક્યા ઓવારણાં સિવાય.
ઘર બેઉં જણ બનાવતે તો ઓર વાત હોત,
જાતે બનાવી શું ભરું ખાલીપણા સિવાય?
એમાં નિરાંતે સૂતો હતો એની યાદ છે,
હે ચોર, ચોરી જા બધું એક પારણા સિવાય.
આ સત્ય બોલવાના અભિશાપ સાથે હું,
બીજું તો શું બની શકું અળખામણા સિવાય?
e koi janatun nathi thoDaghna siway,
ke bijun kani naDyun nathi howapna siway
na jay wat bahar koi aapna siway,
gharmanthi wastu nikle chhe barnan siway?
bhagwan ethi bijun wadhare banawe chhe,
sarjan badhun ja sahelun chhe manasapnan siway
sonano hoy toy hwe shun kari shako?
bhutkalmanthi shun ya lyo sambharnan siway?
bapani photophrem kadi saph na kare,
to dikra jaga nahin de angnan siway
ene badhun ja aapwa jhankhyan karun chhun hun,
je kani na bijun dai shakya owarnan siway
ghar beun jan banawte to or wat hot,
jate banawi shun bharun khalipna siway?
eman nirante suto hato eni yaad chhe,
he chor, chori ja badhun ek parna siway
a satya bolwana abhishap sathe hun,
bijun to shun bani shakun alkhamna siway?
e koi janatun nathi thoDaghna siway,
ke bijun kani naDyun nathi howapna siway
na jay wat bahar koi aapna siway,
gharmanthi wastu nikle chhe barnan siway?
bhagwan ethi bijun wadhare banawe chhe,
sarjan badhun ja sahelun chhe manasapnan siway
sonano hoy toy hwe shun kari shako?
bhutkalmanthi shun ya lyo sambharnan siway?
bapani photophrem kadi saph na kare,
to dikra jaga nahin de angnan siway
ene badhun ja aapwa jhankhyan karun chhun hun,
je kani na bijun dai shakya owarnan siway
ghar beun jan banawte to or wat hot,
jate banawi shun bharun khalipna siway?
eman nirante suto hato eni yaad chhe,
he chor, chori ja badhun ek parna siway
a satya bolwana abhishap sathe hun,
bijun to shun bani shakun alkhamna siway?



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ