રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોરમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે;
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે.
પહાડથીયે કઠ્ઠણ મક્કમ માણસ છે;
દડદડ દડદડ દડી પડે ભૈ, માણસ છે.
ચંદર ઉપર ચાલે ચપચપ, માણસ છે;
ને બે ડગલે ખડી પડે ભૈ, માણસ છે.
સૂર્યવંશીનો પ્રતાપ એનો, માણસ છે;
ભર બપ્પોરે ઢળી પડે ભૈ, માણસ છે.
પૂજાવા ઝટ થયા પાળિયા, માણસ છે;
ટાણે ખોટ્યું પડી, પડે ભૈ, માણસ છે.
ramtan ramtan laDi paDe bhai, manas chhe;
hastan hastan raDi paDe bhai, manas chhe
pahaDthiye kaththan makkam manas chhe;
daDdaD daDdaD daDi paDe bhai, manas chhe
chandar upar chale chapchap, manas chhe;
ne be Dagle khaDi paDe bhai, manas chhe
surywanshino pratap eno, manas chhe;
bhar bappore Dhali paDe bhai, manas chhe
pujawa jhat thaya paliya, manas chhe;
tane khotyun paDi, paDe bhai, manas chhe

સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 134)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004