muththi tandulni maja jane - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મુઠ્ઠી તાંદુલની મજા જાણે

muththi tandulni maja jane

રશીદ મીર રશીદ મીર
મુઠ્ઠી તાંદુલની મજા જાણે
રશીદ મીર

મુઠ્ઠી તાંદુલની મજા જાણે,

કૃષ્ણ જેવો કોઈ સખા જાણે.

એની શેરીમાં એમ ગૂંજ્યો છું,

કોઈ દરવેશની સદા જાણે.

આંખ ભટકી રહી છે ચોગરદમ,

કોને શોધી રહી ખુદા જાણે.

નીડ વીંખાઈ ગયું છે એવું,

એક હું જાણું કે હવા જાણે.

એની શેરીમાં ના પડ્યાં પગલાં,

બધા ક્યાં ગયા ખુદા જાણે!

શ્વાસ લીધા પછીનો અંદેશો,

હોય ઉચ્છવાસ પણ સજા જાણે.

રંગ ઋતુના થઈ ગયા ફિક્કા,

‘મીર’ થઈ ગયા ખફા જાણે.

સ્રોત

  • પુસ્તક : અધખૂલાં દ્વાર (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સર્જક : રશીદ મીર
  • પ્રકાશક : ધબક પ્રકાશન
  • વર્ષ : 1998