રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે,
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારૂં ગણી લેજે. ૧
દુનીઆની જુઠી વાણી વિષે જો દુઃખ વાસે છે,
જરાએ અંતરે આનંદ ના ઓછો થવા દેજે. ર
કચેરી માંહિ કાજીનો નથી હીસાબ કોડીનો,
જગત કાજી બનીને તું વહોરી ના પિડા લેજે. ૩
જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે,
ન સારા કે નઠારાની જરાએ સંગતે રહેજે. ૪
રહેજે શાંતિ સંતોષે સદાએ નિર્મળે ચિત્તે,
દિલે જે દુઃખ કે આનંદ કોઈને નહીં ક્હેજે. પ
વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં તેને તજી દેજે,
ઘડી જાએ ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે. ૬
રહે ઉન્મત્ત સ્વાનંદે ખરૂંએ સુખ માની લે,
પિયે તો શ્રી પ્રભૂના પ્રેમનો પ્યાલો ભરી પીજે. ૭
કટુ વાણી સુણે જો કોઇની, વાણી મિઠી ક્હેજે,
પરાઈ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે. ૮
અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માગે તો,
ન માગે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે. ૯
અહો શું પ્રેમમાં રાચે નહીં ત્યાં સત્ય પામે તું?
અરે તું બેવફાઈથી ચડે નિંદા તણો નેજે. ૧૦
લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો રહેજે,
અરે એ કીમિયાની જો મઝા છે તે પછી ક્હેજે. ૧૧
વફાઈ તો નથી આખી દુનીઆમાં જરા દીઠી,
વફાદારી બતા’વા ત્યાં નહીં કોઈ પળે જાજે. ૧ર
રહી નિર્મોહિ શાંતીથી રહે એ સૂખ મોટું છે,
જગત બાજીગરીનાં તું બધાં છલ્બલ જવા દેજે. ૧૩
પ્રભૂના નામનાં પુષ્પો પરોવી કાવ્યમાળા તું,
પ્રભુની પ્યારિ ગ્રીવામાં પહેરાવી પ્રિતે દેજે. ૧૪
કવી રાજા થયો શી છે પછી પીડા તને કાંઈ?
નિજાનંદે હંમેશા बाल મસ્તીમાં મઝા લેજે. ૧પ
gujare je shire tare jagatno nath te sheje,
ganyun je pyarun pyaraye ati pyarun gani leje 1
duniani juthi wani wishe jo dukha wase chhe,
jaraye antre anand na ochho thawa deje ra
kacheri manhi kajino nathi hisab koDino,
jagat kaji banine tun wahori na piDa leje 3
jagatna kachna yantre khari wastu nahin bhase,
na sara ke natharani jaraye sangte raheje 4
raheje shanti santoshe sadaye nirmle chitte,
dile je dukha ke anand koine nahin kheje pa
wase chhe krodh wairi chittman tene taji deje,
ghaDi jaye bhalaini mahalakshmi gani leje 6
rahe unmatt swanande kharune sukh mani le,
piye to shri prbhuna premno pyalo bhari pije 7
katu wani sune jo koini, wani mithi kheje,
parai murkhata kaje mukhe na jher tun leje 8
are prarabdh to ghelun rahe chhe door mage to,
na mage doDatun aawe na wishwase kadi raheje 9
aho shun premman rache nahin tyan satya pame tun?
are tun bewphaithi chaDe ninda tano neje 10
lahe chhe satya je sansar tenathi paro raheje,
are e kimiyani jo majha chhe te pachhi kheje 11
waphai to nathi aakhi duniaman jara dithi,
waphadari bata’wa tyan nahin koi pale jaje 1ra
rahi nirmohi shantithi rahe e sookh motun chhe,
jagat bajigrinan tun badhan chhalbal jawa deje 13
prbhuna namnan pushpo parowi kawymala tun,
prabhuni pyari griwaman paherawi prite deje 14
kawi raja thayo shi chhe pachhi piDa tane kani?
nijanande hanmesha baal mastiman majha leje 1pa

સ્રોત
- પુસ્તક : ક્લાન્ત કવિ (પૃષ્ઠ ક્રમાંક 104)
- સંપાદક : ઉમાશંકર જોષી
- પ્રકાશક : ગૂજરાત સાહિત્ય સભા
- વર્ષ : 1942