mahephilni tyare sachi sharuat thai hashe - Ghazals | RekhtaGujarati

મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે

mahephilni tyare sachi sharuat thai hashe

કૈલાસ પંડિત કૈલાસ પંડિત
મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે
કૈલાસ પંડિત

મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,

મારા ગયા પછી મારી વાત થઈ હશે.

ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું,

લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે.

આજે હવામાં ભાર છે ફૂલોની મહેકનો,

રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે.

મારે સજાનું દુઃખ નથી છે દુઃખ વાતનું,

વાતો થશે કે મારે કબૂલાત થઈ હશે.

લોકો કહે છે ભીંત છે બસ ભીંત છે ફક્ત,

“કૈલાસ” મારા ઘર વિષેની વાત થઈ હશે.

સ્રોત

  • પુસ્તક : ખરાં છો તમે (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સર્જક : કૈલાસ પંડિત
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1995