bariman chand chitrawun chhun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બારીમાં ચાંદ ચીતરાવું છું

bariman chand chitrawun chhun

મકરંદ મુસળે મકરંદ મુસળે
બારીમાં ચાંદ ચીતરાવું છું
મકરંદ મુસળે

બારીમાં ચાંદ ચીતરાવું છું,

એક ઈચ્છાને હું પટાવું છું.

જેમ મ્હેંદી મુકાય હાથોમાં,

હું મને રીતે મુકાવું છું.

ગર્ભમાં જીવ જાણે આવે છે,

હું તો માટીમાં માટી વાવું છું.

એક દીવો જ્યાં ઓટલે બેઠો,

ત્યાં હવા બોલી, હું આવું છું.

એક દીવાસળી લઈ ખીસ્સે,

ગાઢ જંગલને હું ડરાવું છું.

સ્રોત

  • પુસ્તક : માણસ તો યે મળવા જેવો...
  • સર્જક : મકરંદ મુસળે
  • પ્રકાશક : બુકપબ ઈનોવેશન્સ
  • વર્ષ : 2013