mahapralay - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મહાપ્રલય

mahapralay

નિનુ મઝુમદાર નિનુ મઝુમદાર
મહાપ્રલય
નિનુ મઝુમદાર

જરા થોભજે! આંસુ નયને ભરી લઉં,

પછી સર્વ દુનિયા ડુબાવી તું દેજે;

કહેવાય જેને મહોબત કરી લઉં,

પછી સર્વ દુનિયા ડુબાવી તું દેજે.

અરે! આશ-ઝરણાં વહીને બન્યો છે

નિરાશા તણો સિંધુ મોટો અનોખો;

હું પોતા તણા પ્રલયને તરી લઉં,

પછી સર્વ દુનિયા ડુબાવી તું દેજે.

હૃદય તારું છોડી નથી ક્યાંય જોતો,

જગ્યા એક કોરી મહા પ્રેમપૂરે;

બચેલા કિનારે હું ધીરજ ધરી લઉં,

પછી સર્વ દુનિયા ડુબાવી તું દેજે.

ભીંજાઈ રગેરગ, ભીંજાઈ તમન્ના,

ભીંજાયો છું સર્વત્ર જીવન-ઉછાળે;

સકળ રોમરોમે જરા થરથરી લઉં,

પછી સર્વ દુનિયા ડુબાવી તું દેજે.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 139)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4