રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆશાનું, ઇન્તેઝારનું, સપનાનું શું થશે?
તું આવશે તો મારી આ દુનિયાનું શું થશે?
આ ઝાંઝવાંથી એક ગતિશીલતા તો છે,
મળશે ઝરણ જો માર્ગમાં પ્યાસાનું શું થશે?
દુઃખ પર હસી તો દઉં છું મગર પ્રશ્ન થાય છે,
જે દોસ્ત દઈ ગયા એ દિલાસાનું શું થશે?
હું એ ફિકર કરીને ભટકતો રહ્યો સદા,
મંઝિલ મળી જશે પછી રસ્તાનું શું થશે?
ખીલે છે ફૂલ તોય રુદન છે તુષારનું,
કરમાશે ફૂલ ત્યારે બગીચાનું શું થશે?
ચમકે ન મારું ભાગ્ય ભલે કિન્તુ ઓ ખુદા,
તારા ગગનના કોઈ સિતારાનું શું થશે?
અત્યારથી જ મારી ફિકરમાં સુકાય છે,
હું જો ડૂબી જઈશ તો દરિયાનું શું થશે?
આ મયકદાનું એટલું તો અમને ભાન છે,
નહિ આવશું અમે તો મદિરાનું શું થશે?
‘બેફામ’ એટલે તો નિરાંતે ઊંઘી જશું,
જીવવાનું દુઃખ જ્યાં થાય ત્યાં મરવાનું શું થશે?
ashanun, intejharanun, sapnanun shun thashe?
tun awshe to mari aa duniyanun shun thashe?
a jhanjhwanthi ek gatishilata to chhe,
malshe jharan jo margman pyasanun shun thashe?
dukha par hasi to daun chhun magar parashn thay chhe,
je dost dai gaya e dilasanun shun thashe?
hun e phikar karine bhatakto rahyo sada,
manjhil mali jashe pachhi rastanun shun thashe?
khile chhe phool toy rudan chhe tusharanun,
karmashe phool tyare bagichanun shun thashe?
chamke na marun bhagya bhale kintu o khuda,
tara gaganna koi sitaranun shun thashe?
atyarthi ja mari phikarman sukay chhe,
hun jo Dubi jaish to dariyanun shun thashe?
a mayakdanun etalun to amne bhan chhe,
nahi awashun ame to madiranun shun thashe?
‘bepham’ etle to nirante unghi jashun,
jiwwanun dukha jyan thay tyan marwanun shun thashe?

સ્રોત
- પુસ્તક : કેટલું થાકી જવું પડ્યું...(ચૂંટેલી ગઝલો) (પૃષ્ઠ ક્રમાંક 60)
- સંપાદક : ડૉ. એસ. એસ. રાહી
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2022