અમને જોકે રોજ જીવનની ખુશી મળતી નથી
એ તને કોણે કહ્યું કે એ કદી મળતી નથી?
એ જ સુખ ને દુઃખ જીવનના, એ જ તું ને એ જ હું!
કેટલી સદીઓ ગઈ દુનિયા નવી મળતી નથી.
જેને ઝાલીને હું બચપનમાં બધે ફરતો હતો
મારી મમતાની એ નાની આંગળી મળતી નથી.
તમને છોડીને ગયો’તો એ પળો મળતી રહી
તમને આવીને મળ્યો’તો એ ઘડી મળતી નથી.
હર ગલી આ શહેરની એની ગલીમાં જાય છે
ને મને આ શહેરમાં એની ગલી મળતી નથી.
પ્રેમીઓએ કલ્પના જેની કરી વર્ષો સુધી
મારી ગઝલોમાં એ જન્નતની પરી મળતી નથી.
ક્યાંથી લોકોને મળે છે ફૂલના ગજરા, 'અદી'
અહીં તો અમને ફૂલની એક પાંખડી મળતી નથી.
amne joke roj jiwanni khushi malti nathi
e tane kone kahyun ke e kadi malti nathi?
e ja sukh ne dukha jiwanna, e ja tun ne e ja hun!
ketli sadio gai duniya nawi malti nathi
jene jhaline hun bachapanman badhe pharto hato
mari mamtani e nani angli malti nathi
tamne chhoDine gayo’to e palo malti rahi
tamne awine malyo’to e ghaDi malti nathi
har gali aa shaherni eni galiman jay chhe
ne mane aa shaherman eni gali malti nathi
premioe kalpana jeni kari warsho sudhi
mari gajhloman e jannatni pari malti nathi
kyanthi lokone male chhe phulna gajra, adi
ahin to amne phulni ek pankhDi malti nathi

સ્રોત
- પુસ્તક : સાદગી
- સર્જક : અદી મિરઝાં
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 2000