રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોલાગણીવશ હાથમાંથી જડભરત પાસો પડ્યો
બંધ મુઠ્ઠી ખોલવાનો ભય ફરી સાચો પડ્યો.
હું અરીસો ધારીને જોવા ગયો મારી છબી
આ ચમકતી ભીંત પર તો કાળો પડછાયો પડ્યો.
આમ તો પર્યાપ્ત છે બે આંખનો વિસ્તાર પણ
પૂર આવેલી નદીને પટ ઘણો નાનો પડ્યો.
મોગરાની મ્હેંકમાંથી છૂટવાના યત્નમાં
હોશમાં આવ્યો ન આવ્યો, ઘેનમાં પાછો પડ્યો.
આ રિયાસતમાં હવે ‘ઇર્શાદ’ વટ શું રાખવો?
બારી કાપી દૃશ્ય જડવાનો જ જ્યાં ધારો પડ્યો?
lagniwash hathmanthi jaDabhrat paso paDyo
bandh muththi kholwano bhay phari sacho paDyo
hun ariso dharine jowa gayo mari chhabi
a chamakti bheent par to kalo paDchhayo paDyo
am to paryapt chhe be ankhno wistar pan
poor aweli nadine pat ghano nano paDyo
mograni mhenkmanthi chhutwana yatnman
hoshman aawyo na aawyo, ghenman pachho paDyo
a riyasatman hwe ‘irshad’ wat shun rakhwo?
bari kapi drishya jaDwano ja jyan dharo paDyo?

સ્રોત
- પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 39)
- સર્જક : ચિનુ મોદી
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2012