kyank jharnani - Ghazals | RekhtaGujarati

ક્યાંક ઝરણાની

kyank jharnani

શ્યામ સાધુ શ્યામ સાધુ
ક્યાંક ઝરણાની
શ્યામ સાધુ

ક્યાંક ઝરણાની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,

ક્યાંક તારી યાદની મોસમ રડી છે!

દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો,

જુઓ અહિંયાં તરસ, ત્યાં વાદળી ઊંચે ચડી છે.

પંખીઓના ગીત જેવી એક ઇચ્છા ટળવળે છે,

હૃદય! બોલો કે કેવી ઘડી છે.

આવ મારા રેશમી દિવસોના કારણ,

જિંદગી જેને કહે છે અહીં ઠેબે ચડી છે.

નગરજન! હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,

લાગણી નામે હવેલી ક્યાં ખડી છે?

સ્રોત

  • પુસ્તક : સિગ્નેચર પોયમ્સ (પૃષ્ઠ ક્રમાંક 83)
  • સંપાદક : મણિલાલ હ. પટેલ, ગિરિશ ચૌધરી
  • પ્રકાશક : એકત્ર ફાઉન્ડેશન (ડિજિટલ પ્રકાશન)
  • વર્ષ : 2021