kyan santadun dariyo; kantha kyan santaadun? - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ક્યાં સંતાડું દરિયો; કાંઠા ક્યાં સંતાડું?

kyan santadun dariyo; kantha kyan santaadun?

વ્રજેશ મિસ્ત્રી વ્રજેશ મિસ્ત્રી
ક્યાં સંતાડું દરિયો; કાંઠા ક્યાં સંતાડું?
વ્રજેશ મિસ્ત્રી

ક્યાં સંતાડું દરિયો; કાંઠા ક્યાં સંતાડું?

આંસુ ને આંસુના ડાઘા ક્યાં સંતાડું?

પડઘાને તો પલભરમાં ઓગાળી નાંખું,

પણ વિંઝાતા સન્નાટા ક્યાં સંતાડું?

સંતાડી દઉં દીકરીના ઝાંઝર ને કડલાં;

પણ ભીંતે કંકુ થાપા ક્યાં સંતાડું?

ઘોડાવેગે દુઃખ નીકળ્યું આઘાત ઉડાડી;

ઘણું લૂછ્યું, ના ગયા છાંટા, ક્યાં સંતાડું?

લાગી છે એને પણ જાણે હવા સમયની;

રસ જીવનના ખાટા-ખાટા ક્યાં સંતાડું?

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ